સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ).
Cross references
આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.
નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.
પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.
“પરંતુ જ્યારે મારા માટે, યાકૂબને તેના અપરાધ વિષે અને ઇસ્રાએલને તેના પાપો વિષે જણાવવા માટે યહોવાના આત્માએ મને સાર્મથ્ય, ન્યાય અને શકિતથી ભરી દીધો છે.”
“ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો!
તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું.
સ્તેફનને મહાન આશીર્વાદ પ્રાપ્ત થયો. દેવે સ્તેફનને ચમત્કારો કરવાનું અને લોકોને દેવની સાબિતીઓ બતાવવાનું સાર્મથ્ય આપ્યું.
પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.
પ્રમુખ યાજકે સ્તેફનને કહ્યું, “શું આ હકીકત સાચી છે?”
ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો.
સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી.
તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.
અંત્યોખમાં જે મંડળી હતી, તેમાં કેટલાક પ્રબોધકો અને ઉપદેશકો હતા. એટલે બાર્નાબાસ, શિમયોન (જે નિગર તરીકે ઓળખાતો હતો તે), લૂકિયસ (કુરેનીનો), મનાહેમ (જે હેરોદ રાજા સાથે ઉછરીને મોટા થયો હતો) તથા શાઉલ હતા.
પ્રેરિતો, વડીલો અને સમગ્ર મંડળીના સભ્યોની ઈચ્છા પાઉલ અને બાર્નાબાસ સાથે કેટલાક લોકોને અંત્યોખ મોકલવાની હતી. તે સમૂહે તેઓના પોતાના કેટલાક માણસો પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેઓએ યહૂદા (બર્સબા કહેવાય છે) અને સિલાસને પસંદ કર્યા. યરૂશાલેમમાં આ ભાઈઓનું બહુમાન કરવામાં આવ્યું.
બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.
પણ તું જે કંઈક કરે છે તે બરાબર છે: નિકલાયતીઓજે કંઈ કરે છે તેને તમે ધિક્કારો છો, તેઓ જે કરે છે તેને હું પણ ધિક્કારું છું.
તમારા સમૂહના પણ આવું જ છે. તમારી પાસે એવા લોકો છે, જે નિકલાયતીઓના બોધને અનુસરે છે.