Home Bibles પ્રેરિતોનાં ક્રત્યો 5:23 · ગુજરાતી બાઇબલ
પ્રેરિતોનાં ક્રત્યો 5:23 · ગુજરાતી બાઇબલ

તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!”

Cross references

ગીતશાસ્ત્ર 2:4

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે.

ગીતશાસ્ત્ર 33:10

યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે. જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.

નીતિવચનો 21:30

કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

યર્મિયાનો વિલાપ 3:37

યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે?

યર્મિયાનો વિલાપ 3:55

હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.

દારિયેલ 3:11

અને તમારા કહ્યાં મુજબ જે કોઇ માણસ સોનાના પૂતળાની નીચે નમીને પૂજા ન કરે, તો તેને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવો.

દારિયેલ 6:22

મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિદોર્ષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”

માથ્થી 27:63

તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’

માથ્થી 28:12

યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી.અને સૈનિકોને મોટી લાંચ આપી.

યોહાન 8:59

જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 5:19

પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું,

Interlinear

Choose Theme