2 તિમોથીને 4:13 · ગુજરાતી બાઇબલ
હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.
Cross references
પ્રેરિતોનાં ક્રત્યો 16:8
તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 16:11
અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ.
પ્રેરિતોનાં ક્રત્યો 20:5
પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.
1 કરિંથીઓને 4:11
અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી.
2 કરિંથીઓને 11:27
મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું.