ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો.
Cross references
પલિસ્તીઓની છાવણીમાંથી ગોલ્યાથ નામનો એક યોદ્ધો ઇસ્રાએલીઓને દ્વંદ્ધયુદ્ધ માંટે પડકારવા બહાર આવ્યો. તે ગાથનો વતની હતો. તે આશરે નવ ફૂટ ઊંચો હતો.
તેના ભાલાનો હાથો વણકરની સાળના તાર જેવો હતો અને તેનું લોખંડનું પાંનુ આશરે છસો શેકેલ વજનનું હતું, તેની ઢાલ ઉપાડનારો તેની આગળ ચાલતો હતો.
બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે; યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમમાંથી દોદોનો પુત્ર એલ્હાનાન;
દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે; યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,
પલિસ્તીઓ સામે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. અને યાઇરના પુત્ર એલ્હાનાને હમીને મારી નાખ્યો, જે ગાથના ગોલ્યાથનો ભાઇ હતો અને તેના ભાલાનો દાંડો વણકરની તોર જેટલો જાડો હતો.