Home Bibles 2 શમએલ 16:2 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 16:2 · ગુજરાતી બાઇબલ

સીબાને રાજાએ પૂછયું, “તું આ બધું શા માંટે લાવ્યો છે?”સીબાએ જવાબ આપ્યો, “આ ગધેડાં રાજાના કુટુંબના સભ્યો માંટે છે. રોટલી અને ઉનાળાની ઋતુનાં ફળ તમાંરા યુવાન નોકરો માંટે છે. અને આ દ્રાક્ષારસ તમાંરામાંથી જે કોઈને રણમાં નબળાઇ લાગે તેને પીવા માંટે છે.”

Cross references

ઊત્પત્તિ 21:29

અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”

ઊત્પત્તિ 33:8

એસાવે કહ્યું, “મેં જે બધા લોકોને અહીં આવતાં જોયા, તે લોકો કોણ છે? અને આ બધાં પશુઓ શા માંટે છે?”યાકૂબે જવાબ આપ્યો, “એ તમાંરા માંટે માંરા તરફથી ભેટ છે. જેથી તમે માંરો સ્વીકાર કરી શકો. અને માંરા માંલિકની માંરા તરફ દયા રહે.”

ન્યાયાધીશો 5:10

અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,

ન્યાયાધીશો 8:4

ગિદિયોન 300 સૈનિકો સાથે યર્દન નદી ઓળંગી ગયો તેઓ બધા ખૂબ થાકેલા હોવા છતાં દુશ્મનોનો પીછો છોડતા નહોતા.

ન્યાયાધીશો 10:4

તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે.

1 શમુએલ 14:28

ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”

1 શમુએલ 25:27

જે ભેટ આ દાસી લાવી છે તે આપના તાબા હેઠળના માંણસોને આપી દો.

2 શમએલ 15:1

ત્યારબાદ આબ્શાલોમે પોતા માંટે રથ તથા ઘોડાઓની તજવીજ કરી. તે રથ ચલાવતો હોય ત્યારે તેની આગળ દોડવા પચાસ માંણસો રાખ્યા હતા.

2 શમએલ 15:23

આખા લશ્કરે આગળ કૂચ કરી ત્યારે બધા લોકો મોટેથી રડવા લાગ્યા. પછી રાજા કિદ્રોનના નાળાને વટાવી ગયો ત્યારે બધાં લોકો બહાર નિર્જન પ્રદેશ તરફ ગયા.

2 શમએલ 17:29

મધ અને દહીં, ઘેટાં અને પનીર લઈને તેમને મળ્યા, અને આ બધું દાઉદને અને તેનાં મૅંણસોને ખાવા માંટે આપ્યું, તેઓને થયું કે, “એ લોકો રાનમાં ભૂખ્યાં-તરસ્યાં થયા હશે અને થાકી ગયાં હશે.”

2 શમએલ 19:26

તેણે કહ્યું, “હે માંરા પ્રભુ અને રાજા, માંરા સેવક સીબાએ મને દગો દીધો. હું લંગડો છું એટલે મેં તેને કહ્યું, ‘માંરા ગધેડા પર જીન નાખ, માંરે રાજા સાથે જવું છે.’

નીતિવચનો 31:6

જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો.

યર્મિયાનો વિલાપ 37:18

“તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો,

Interlinear

Choose Theme