Home Bibles 2 શમએલ 16:1 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 16:1 · ગુજરાતી બાઇબલ

દાઉદ પર્વતના શિખરથી સહેજ આગળ ગયો ત્યાં તેને મફીબોશેથનો નોકર સીબા મળ્યો, તેની પાસે બે ગધેડાં હતાં, અને તેમનાં પર 200 સૂકી રોટલી, 100 દ્રાક્ષોવાળી મીઠી પાંઉરોટી, 100 ઉનાળાની ઋતુનાં ફળ અને એક બરણી ભરીને દાક્ષારસ હતો.

Cross references

1 શમુએલ 10:3

શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે.

1 શમુએલ 16:20

ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય.

1 શમુએલ 17:17

પછી એક દિવસે યશાઇએ તેના પુત્ર દાઉદને કહ્યું, “તારા ભાઈઓ માંટે આ દસ રોટલી અને થોડા શેકેલ દાણા લઈ જા.

1 શમુએલ 25:18

એટલે અબીગાઈલે તરત જ 200 રોટલી, દ્રાક્ષારસની બે મશકો, પાંચ રાંધેલાં તૈયાર ઘેટાઁ, એક બુશેલ શેકેલી ધાણી, સો ઝૂમખાં સૂકી દ્રાક્ષ, તથા સૂકાં અંજીરનાં 200 ચકતાં લઈને ગધેડાં ઉપર ચડાવી દીધાં.

2 શમએલ 9:2

શાઉલને સીબા નામનો એક નોકર હતો; તેને દાઉદ સમક્ષ બોલાવવામાં આવ્યો, રાજાએ તેને પૂછયું, “તું સીબા છો?”“જી, હું તમાંરો સેવક સીબા છું” તેણે પ્રત્યુત્તર આપ્યો.

2 શમએલ 15:30

દાઉદ જૈતૂનના પર્વતો પર રૂદન કરતો કરતો ચડવા લાગ્યો, શોકને કારણે તેણે માંથું ઢાંકેલું રાખ્યું હતું અને તેના પગ ઉઘાડા હતા, તેની સાથેના બધાં માંણસો પણ ઢાંકેલા માંથે રૂદન કરતાં કરતાં ચડતાં હતાં.

2 શમએલ 15:32

દાઉદ ટેકરીના શિખર પર પહોંચ્યો જ્યાં તે દેવની ઉપાસના કરવા ઘણીવાર જતો હતો, ત્યાં તે તેના મિત્ર આકીર્ હૂશાયને મળ્યો. શોકમાં તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને માંથા પર ધૂળ નાખી હતી.

2 શમએલ 17:27

જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો.

2 શમએલ 19:32

બાઝિર્લ્લાય એંસી વર્ષનો ખૂબ વૃદ્વ માંણસ હતો, ધનવાન માંણસ હતો, અને તેણે રાજાને તથા તેના લશ્કરને રાજાના માંહનાઈમના મુકામ દરમ્યાન ખોરાક અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી હતી.

1 કાળવ્રત્તાંત 12:40

પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.

નીતિવચનો 18:16

વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે.

નીતિવચનો 29:4

નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.

ચર્મિયા 40:10

જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.”

ચર્મિયા 40:12

ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.

આમોસ 8:1

પછી સૈન્યોનો દેવ યહોવાએ મને દર્શનમાં પાકેલાં ફળોથી ભરેલો એક ટોપલી બતાવી.

મીખાહ 7:1

હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.

Interlinear

Choose Theme