ન્યાયાધીશો 10:4 · ગુજરાતી બાઇબલ
તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે.
Cross references
ગણના 32:41
મનાશ્શાના કુળસમૂહમાંથી યાઈરના ગોત્રના માંણસોએ ગિલયાદના અનેક નગરો પર ચઢાઈ કરી તેમનાં ગામડાં કબજે કરી લીધાં અને તેઓના પ્રદેશનું નામ બદલીને હાવ્વોથ-યાઈર નામ આપ્યું.
પુનર્નિયમ 3:14
મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માંઅખાથીઓની સરહદ સુધીનો સમગ્ર આગોર્બનો એટલે કે બાશાનનો પ્રદેશ કબજે કર્યો, અને પોતાના નામ ઉપરથી ત્યાંનાં ગામડાઓનું નામ ‘યાઈરના ગામડાઓ’ પાડયું. આજે પણ તે પ્રદેશ એ નામથી જ ઓળખાય છે.”
ન્યાયાધીશો 5:10
અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ,
ન્યાયાધીશો 12:14
તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતાં. જેઓ સીત્તેર ગધેડાઓ ઉપર સવારી કરતા, તેણે ઈસ્રાએલીઓ ઉપર આઠ વર્ષ સુધી શાસન કર્યું.