Home Bibles ☰ Books 2 શમએલ 15:2 · ગુજરાતી બાઇબલ
2 શમએલ 15:2 · ગુજરાતી બાઇબલ

તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”

Cross references

નિર્ગમન 18:14

મૂસા લોકો માંટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માંટે તમે આ શું કરો છો? તું એકમાંત્ર ન્યાયાધીશ તરીકે બેસી રહે છે અને લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવ્યા જ કરે છે!”

નિર્ગમન 18:16

એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તો તેઓ માંરી પાસે આવે છે. અને કોણ સાચું છે તે નક્કી કરુ છું. આ રીતે હું તેઓને દેવના કાનૂનો અને ઉપદેશો શીખવું છું.”

નિર્ગમન 18:26

ત્યાર બાદ તે લોકો જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા, અને નાના પ્રશ્નો તેઓ જાતે પતાવતા.

પુનર્નિયમ 17:8

“કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.

રૂત 4:1

બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

2 શમએલ 19:8

પછી રાજા ઊઠયો અને નગરના દરવાજા આગળ જઈને બેઠો, પછી લોકોને ખબર પડી કે તે ત્યાં છે તો લોકો રાજાની પાસે આવ્યાં.દરમ્યાનમાં આબ્શાલોમના અનુયાયીઓ ઇસ્રાએલીઓ પોતાને ઘેર ભાગી ગયા.

1 રાજઓ 3:16

તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી.

2 કાળવ્રત્તાંત 10:7

તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”

અયૂબ 24:14

અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે.

નીતિવચનો 4:16

એ દુષ્ટ લોકોને કોઇનું નુકશાન કર્યા વિના ઊંઘ આવતી નથી. અને કોઇને ફસાવ્યા ન હોય તો તેમની ઊંઘ ઊડી જાય છે.

દારિયેલ 11:21

“‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે.

માથ્થી 27:1

બીજા દિવસની વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી.

Interlinear

Choose Theme