Cross references
પછી બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરું કર્યુ જેઓ સવારથી સાંજ સુધી આવતા રહેતા અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા.
એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તો તેઓ માંરી પાસે આવે છે. અને કોણ સાચું છે તે નક્કી કરુ છું. આ રીતે હું તેઓને દેવના કાનૂનો અને ઉપદેશો શીખવું છું.”
“તમાંરી પુત્રીને દેવદાસી બનીને ભ્રષ્ટ થવા દેશો નહિ; તમાંરા દેશના લોકોને વારાંગના બનવા દેતા નહિ. તે પ્રકારનું પાપ તમાંરા આખા દેશમાં પ્રચલિત ન થવા દેતા.
તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે,
“મંદિરમાં કામ કરતી કોઈ પણ ઇસ્રાએલી વ્યકિત વારાંગનાવૃતિ આચરશે નહિ.
ત્યાર પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી ઇસ્રાએલી છાવણીમાંથી બે જાસૂસો મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જાઓ તમે જઈને દેશની તથા યરીખોનગરની બાતમી કાઢો.” તેથી તેઓ યરીખો ગયા. યરીખોમાં રાહાબ નામની વારાંગના સ્ત્રી, ધર્મશાળા ચલાવતી હતી, તેઓ તેણીના સ્થાને ગયા અને ત્યાં રાત રોકાવાની યોજના કરતા હતા.
હવે ગિલયાદમાં યફતા નામનો એક શૂરવીર અને બળવાન યોદ્ધો હતો. તે એક વારાંગનાનો પુત્ર હતો અને ગિલયાદ તેનો પિતા હતો.
કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.