મૂસા લોકો માંટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માંટે તમે આ શું કરો છો? તું એકમાંત્ર ન્યાયાધીશ તરીકે બેસી રહે છે અને લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવ્યા જ કરે છે!”
Cross references
ત્યાર બાદ તે લોકો જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા, અને નાના પ્રશ્નો તેઓ જાતે પતાવતા.
તેને બંદીખાનામાં રાખવામાં આવ્યો, કારણ, એને શો દંડ આપવો તે હજી નક્કી થયું નહોતું.
કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા.
તે પ્રતિદિન સવારે વહેલો ઊઠતો અને શહેરના દરવાજાના રસ્તા પાસે જઈને ઊભો રહેતો, અને જયારે જયારે કોઈ માંણસ રાજા પાસે ફરિયાદ લઈ ન્યાય કરાવવા આવતો ત્યારે આબ્શાલોમ તેને પોતાની પાસે બોલાવતો, અને પૂછતો કે, “તું કયાંથી આવે છે?” પેલો માંણસ જવાબ આપતો, “સાહેબ, હું ઇસ્રાએલના ફલાણા કુળસમૂહમાંથી આવું છું.”