આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.
Cross references
તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.
ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો.
જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું.
આ બધું બની ગયા પછી યહોવાએ તેને આંતરડાના અસાધ્ય રોગનો ભોગ બનાવ્યો.
ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો.