Home Bibles 2 રાજઓ 8:16 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 8:16 · ગુજરાતી બાઇબલ

તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.

Cross references

1 રાજઓ 22:42

જયારે તે રાજા બન્યો, ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજય કર્યું. તેની માંનું નામ અઝૂબાહ હતું અને તે શિલ્હીની પુત્રી હતી.

1 રાજઓ 22:50

આહાબના પુત્ર અહાઝયાએ યહોશાફાટને કહ્યું કે, “તમાંરા માંણસો સાથે માંરા માંણસોને તમાંરા વહાણમાં જવા દો.” પણ યહોશાફાટ સંમત થયો નહિ.

1 રાજઓ 22:51

યહોશાફાટ મૃત્યુ પામ્યો પછી તેના મૃતદેહને દાઉદના નગરમાં લઇ જવાયો અને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.

2 રાજઓ 1:17

અને જેમ એલિયાએ કહ્યું હતું તેમ યહોવાના શબ્દો સાચા પડ્યાં અને રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહતો એટલે તેનો ભાઈ યહોરામ ઇસ્રાએલીઓનો રાજા બન્યો. યહૂદાના રાજા યહોરામ જે યહોશાફાટનો પુત્ર હતો-તેના શાસનના બીજા વર્ષમાં આ બન્યું

2 રાજઓ 3:1

યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વષેર્ આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ.

2 રાજઓ 8:25

જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું.

2 રાજઓ 11:2

પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

2 કાળવ્રત્તાંત 21:1

યહોશાફાટ પિતૃલોકને પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોરામ તેની જગ્યાએ યહૂદાનો રાજા બન્યો.

2 કાળવ્રત્તાંત 22:1

ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો.

Interlinear

Choose Theme