Home Bibles ☰ Books નિર્ગમન 9:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 9:5 · ગુજરાતી બાઇબલ

અને યહોવાએ સમય નક્કી કરીને કહ્યું, “હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”‘

Cross references

નિર્ગમન 8:23

આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.”‘

નિર્ગમન 9:18

યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.

નિર્ગમન 10:4

ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ.

ગણના 16:5

પછી તેણે કોરાહને અને તેના બધા સાથીમિત્રોને કહ્યું, “આવતી કાલે સવારે યહોવા જાહેર કરશે કે, કોણ યહોવાના છે, અને કોણ ખરેખર પવિત્ર છે, યહોવા એ વ્યક્તિને પસંદ કરી અને તેને પોતાની નજીક બોલાવશે.

અયૂબ 24:1

“સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે? પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી.”

સભાશિક્ષક 3:1

પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે;

ચર્મિયા 28:16

તેથી આ એ છે, જે યહોવા કહે છે, ‘હું પૃથ્વીના નકશા પરથી તારું નામોનિશાન મીટાવી દઇશ. આ વર્ષના અંત પહેલા તું મૃત્યુ પામીશ. કારણ કે તે જ લોકો પાસે દેવની આજ્ઞાનો અનાદર કરાવ્યો છે.”‘

માથ્થી 27:63

તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’

Interlinear

Choose Theme