Home Bibles 1 રાજઓ 22:19 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 22:19 · ગુજરાતી બાઇબલ

મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો, મેં યહોવાને તેના સિંહાસન પર આકાશમાં બિરાજેલા જોયા છે. તેમને જમણે અને ડાબે બધા દેવદૂતો તેમની સેવામાં ઊભા છે.

Cross references

નિર્ગમન 24:9

તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.

નિર્ગમન 24:10

ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જ જોઈ લો.

ગણના 24:3

અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,“બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.

2 કાળવ્રત્તાંત 18:18

મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો;” મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા.

અયૂબ 1:6

એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો.

અયૂબ 2:1

ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો.

ગીતશાસ્ત્ર 81:9

અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ, અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.

ગીતશાસ્ત્ર 103:20

તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો .

યશાયા 1:10

હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો.

યશાયા 6:1

રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વષેર્ મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું.

યશાયા 28:14

માટે યરૂશાલેમના લોકો પર રાજ્ય કરતાઓ ઘમંડી માણસો, તમે યહોવાના વચન સાંભળો!

ચર્મિયા 2:4

હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો, યહોવાની વાણીનો સંદેશો સાંભળો.

ચર્મિયા 29:20

“અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.”

ચર્મિયા 42:15

તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય;

યર્મિયાનો વિલાપ 1:26

જાણે ચાંદી, પિત્તળ, લોખંડ, સીસુ અને જસતને ઓગાળીને અગ્નિમાં એકઠા કર્યા હોય તેમ તેઓનાઁ માથાઁ પર પ્રસારેલા ઘૂમટની ઉપર જાણે નીલમનું બનાવેલું હોય તેવું રાજ્યાસન જેવું દેખાયું. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવો આકાર દેખાયો.

યર્મિયાનો વિલાપ 13:2

“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પ્રબોધકોને મારી ચેતવણી સંભળાવ; પ્રબોધકો જેઓ પોતાને મન ફાવે તેમ કહે છે તેમને યહોવા જે કહે છે તે સાંભળવા માટે તું કહેે,

યર્મિયાનો વિલાપ 16:35

“તેથી હવે હે વારાંગના, યહોવાના વચન સાંભળ.

દારિયેલ 7:9

“હું જોઇ રહ્યો હતો ત્યારે, ત્યાં સિંહાસનો ગોઠવાઇ ગયાં અને એક ખૂબ વૃદ્ધ માણસ તેના પર બેઠો હતો, તેના વસ્ત્રો હિમ જેવા સફેદ અને વાળ શુદ્ધ શ્વેત ઊન જેવા હતાં. તેનું સિંહાસન અગ્નિની જવાળાઓ જેવું હતું. અને તેના પૈડાં સળગતાં અગ્નિના હતાં.

દારિયેલ 7:10

“તેની આગળથી ધગધગતા અગ્નિનો ધોધ નીકળીને વહેતો હતો. હજારો તેની સેવા કરતા હતા અને કરોડો તેની સેવામાં ઉભા હતા. ન્યાયસભા ભરાઇ અને પુસ્તકો ખોલવામાં આવ્યાઁ.

આમોસ 7:16

એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’

ઝખાર્યા 1:10

ત્યારબાદ મેંદી વચ્ચે ઊભેલા માણસે ઉત્તર આપ્યો, “એમને તો યહોવાએ પૃથ્વી પર ફરીને શું ચાલે છે તે જોવા મોકલેલા છે.”

માથ્થી 18:10

“સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે.

માથ્થી 25:31

“માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે.

પ્રેરિતોનાં ક્રત્યો 7:55

પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો.

હિબ્રૂઓને પત્ર 1:7

વળી દૂતો સંબંધી દેવ કહે છે કે: “દેવ પોતાના દૂતોને વાયુજેવા બનાવે છે, અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” ગીતશાસ્ત્ર 104:4

હિબ્રૂઓને પત્ર 1:14

બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.

હિબ્રૂઓને પત્ર 12:22

પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે,

પ્રકટીકરણ 4:2

પછી તે આત્માએ મારા પર કાબુ કરી લીધો. ત્યાં મારી આગળ આકાશમા એક રાજ્યાસન હતું. રાજ્યાસન પર કોઈ એક માણસ બેઠેલો હતો.

પ્રકટીકરણ 5:11

પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme