Home Bibles 2 રાજઓ 4:26 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 4:26 · ગુજરાતી બાઇબલ

દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?” તે સ્રીએ જવાબ આપ્યો, “હા”

Cross references

ઊત્પત્તિ 29:6

પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?”તેઓએ કહ્યું, “તેઓ કુશળ છે. બધુ જ સરસ છે. જુઓ, પેલી તેની પુત્રી રાહેલ તેનાં ઘેટાં સાથે આવી રહી છે.”

ઊત્પત્તિ 37:14

યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ?”જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.

ઊત્પત્તિ 43:27

અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

લેવીય 10:3

પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.” હારુન મૌન થઈ ગયો.

1 શમુએલ 3:18

પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું.એલીએ બધું સાંભળ્યું અને કહ્યું : “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”

1 શમુએલ 17:18

અને આ દસ પનીરના ટુંકડા તેઓના સહસ્રાધિપતિને આપજે અને તારા ભાઈઓના કુશળ સમાંચાર જાણીને અને તેમની કંઈ એંધાણી લઈને પાછો આવ!

2 રાજઓ 4:23

તેના પતિએ પૂછયું, “આજે કેમ? આજે નથી અમાંવાસ્યા કે નથી વિશ્રામવાર.”પણ સ્રીએ જવાબ આપ્યો, “બધું સારું થશે, સૌ સારા વાનાં થશે.”

અયૂબ 1:21

કહ્યું કે,“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નગ્ન આવ્યો હતો અને મારા મૃત્યુ સમયે પણ મારી પાસે કશું જ નહિ હોય.યહોવાએ આપ્યું, અને યહોવાએ લઇ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”

ગીતશાસ્ત્ર 39:9

હે યહોવા, હું મૂગો રહ્યો છું, હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ; કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.

ઝખાર્યા 2:4

બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’

માથ્થી 10:12

જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’

પ્રેરિતોનાં ક્રત્યો 15:36

થોડા દિવસો પછી. પાઉલે બાર્નાબાસને કહ્યું, “આપણે પ્રભુની વાત ઘણા શહેરોમાં પ્રગટ કરી છે. આપણે તે બધા શહેરમાં ભાઈઓ અને બહેનોની મુલાકાત લઈને તેઓ કેમ છે તે જોવા પાછા જવું જોઈએ.”

Interlinear

Choose Theme