Home Bibles ઊત્પત્તિ 43:27 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 43:27 · ગુજરાતી બાઇબલ

અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

Cross references

ઊત્પત્તિ 37:14

યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ?”જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.

ઊત્પત્તિ 41:16

પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”

ઊત્પત્તિ 42:11

અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે પ્રામાંણિક લોકો છીએ. આપના સેવકો જાસૂસો નથી.”

ઊત્પત્તિ 42:13

તેથી તેઓએ કહ્યું, “અમે, બધા ભાઈઓ છીએ. અમો કુલ 12 ભાઇઓ છીએ, અમે તમાંરી સામે સેવકો જેવા છીએ. અમો કનાન દેશના એક જ માંણસના પુત્રો છીએ; સૌથી નાનો પુત્ર અમાંરા પિતા પાસે છે, અને બીજા એક પુત્રનો કોઈ પત્તો નથી.”

ઊત્પત્તિ 43:7

તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?” એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.”

નિર્ગમન 18:7

એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.

ન્યાયાધીશો 18:15

આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાહને ઘેર ગયો અને તેને અભિનંદન આપ્યા.

1 શમુએલ 17:22

દાઉદ પોતાનો સામાંન, ભંડાર સાચવનાર અમલદારને સોંપીને તેના ભાઈઓને મળવા ઝડપથી સૈન્ય તરફ દોડ્યો.

1 શમુએલ 25:5

એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.

2 રાજઓ 4:26

દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?” તે સ્રીએ જવાબ આપ્યો, “હા”

1 કાળવ્રત્તાંત 18:10

તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો.

Interlinear

Choose Theme