Home Bibles ઊત્પત્તિ 29:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 29:6 · ગુજરાતી બાઇબલ

પછી યાકૂબે પૂછયું, “તે કુશળ તો છે ને?”તેઓએ કહ્યું, “તેઓ કુશળ છે. બધુ જ સરસ છે. જુઓ, પેલી તેની પુત્રી રાહેલ તેનાં ઘેટાં સાથે આવી રહી છે.”

Cross references

ઊત્પત્તિ 37:14

યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ?”જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.

ઊત્પત્તિ 43:27

અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

નિર્ગમન 18:7

એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.

1 શમુએલ 17:22

દાઉદ પોતાનો સામાંન, ભંડાર સાચવનાર અમલદારને સોંપીને તેના ભાઈઓને મળવા ઝડપથી સૈન્ય તરફ દોડ્યો.

1 શમુએલ 25:5

એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.

2 શમએલ 20:9

યોઆબે અમાંસાને કહ્યું, “કેમ માંરા ભાઈ, કુશળ તો છે ને?”અને તેને ચુંબન કરવા માંટે તેણે તેનો જમણા હાથ લંબાવી તેણે તેની દાઢી પકડી.

Interlinear

Choose Theme