Home Bibles 2 રાજઓ 3:23 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 3:23 · ગુજરાતી બાઇબલ

તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”

Cross references

નિર્ગમન 15:9

શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’

ન્યાયાધીશો 5:30

“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”

2 રાજઓ 6:18

અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.”અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા.

2 રાજઓ 7:6

કારણ, યહોવાએ એવું કર્યું કે અરામીઓને રથો, ઘોડાઓ અને મોટા સૈન્યના અવાજ જેવો અવાજ સંભળાયો, અને તેથી છાવણીમાં વાત ફેલાઈ ગઈ કે, “ઇસ્રાએલના રાજાએ હિત્તીઓના અને મિસરના રાજાઓને આપણા પર હુમલો કરવા મોકલ્યા છે.”

2 કાળવ્રત્તાંત 20:25

યહોશાફાટ રાજા અને તેના લોકો લૂંટ એકત્ર કરવા લાગ્યા. તેઓને નાણાં, પોશાક, અલંકારો અને રોજીંદા જીવનની વસ્તુસંગ્રહ કરી અને લઇ લીધી. આ લૂંટ એટલી બધી હતી કે તે બધી લઇ જવા માટે તેઓને ત્રણ દિવસ લાગ્યા.

યશાયા 10:14

રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી’ કર્યુ.”

Interlinear

Choose Theme