Home Bibles ન્યાયાધીશો 5:30 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 5:30 · ગુજરાતી બાઇબલ

“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”

Cross references

ઊત્પત્તિ 37:3

યૂસફ પોતાના ભાઈઓના દુકૃત્યો વિષે તેના પિતાને જાણ કરતો હતો. તેના પિતા ઇસ્રાએલ વૃદ્વ હતાં ત્યારે યૂસફનો જન્મ થયો હતો. તેથી ઇસ્રાએલ બીજા પુત્રો કરતા વધારે પ્રેમ યૂસફને કરતો હતો; અને તેણે યૂસફ માંટે એક લાંબી બાંયનો રંગીન ઝભ્ભો પણ સિવડાવ્યો હતો.

નિર્ગમન 15:9

શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’

નિર્ગમન 27:16

“પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે.

2 શમએલ 13:18

નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું. તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગનાલાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો.

અયૂબ 20:5

દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?

ગીતશાસ્ત્ર 45:14

તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે. તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે. તમારા માટે લાવવામાં આવેલી કુમારિકાઓ તેને અનુસરે છે.

યશાયા 9:2

અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

Interlinear

Choose Theme