રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી’ કર્યુ.”
Cross references
તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? એ દેશોની એક પણ પ્રજાના દેવો તેમને મારાથી કદી બચાવી શક્યા છે?
હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી. હું ખૂબ પૈસા કમાયો. પણ તે એકજ એવી વસ્તુ નથી જેનાથી હું સુખી થયો.
અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.
જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે.
તમે માલમિલકતમાં ખેતરો અને મકાનો ખરીદીને ભેગાં કર્યા જાઓ છો, એટલી હદ સુધી કે દેશમાં તમે એકલા જ રહી જાઓ છો ને બીજા કોઇ માટે જગા જ રહેતી નથી તેમને અફસોસ.
મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે, અને મારા પગનાં તળિયાથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’
તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે, તેથી, તારી માથાભારે તુમાખીએ અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવા કહે છે.
યહોવા કહે છે, “ઇસ્રાએલીઓ તો ખોટાં ત્રાજવાં રાખનાર વેપારીઓ જેવા છે, છેતરપિંડી તેઓને ગમે છે.
“ગરૂડની જેમ તું ઘણે ઊંચે ચઢીશ અને તારાઓ મધ્યે તારો માળો બાંધીશ તો, ત્યાંથીય હું તને નીચે પાડીશ એમ યહોવા કહે છે.”
તમે ચાંદી લૂંટો! સોનુ લૂંટો! કિમતી ઝવેરાત ખજાનાનો કોઇ પાર નથી. અઢળક ધનસંપત્તિ લઇ જવામાં આવી રહી છે.
“મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી.