Home Bibles 2 કાળવ્રત્તાંત 26:18 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 26:18 · ગુજરાતી બાઇબલ

“ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”

Cross references

નિર્ગમન 28:1

દેવે મૂસાને કહ્યું, “ઇસ્રાએલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલઆઝાર, અને ઈથામાંરને અલગ કરીને માંરી સેવા કરવા માંટે યાજકો તરીકે સમર્પિત કરજે.

નિર્ગમન 30:7

“એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો.

ગણના 16:39

યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં.

ગણના 16:46

અને મૂસાએ હારુનને કહ્યું, “જલદીથી ધૂપદાની લઈને તેમાં વેદીમાંથી દેવતા ભર અને તેમાં ધૂપ નાખ, અને તે લઈને દોડતો દોડતો લોકો પાસે જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કારણ કે યહોવાનો કોપ તેઓના પર ઊતર્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોમાં મરકી શરૂ થઈ ગઈ છે.”

ગણના 18:7

પરંતુ વેદીને લગતી અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનમાં લગતી યાજક તરીકેની બધી જ ફરજો તારે અને તારા પુત્રોએ જ પુરી કરવાની છે. કારણ કે, તમાંરી યાજક તરીકેની સેવા મેં તમને ભેટો તરીકે આપી છે. બીજુ કોઈ જે માંરા પવિત્રસ્થાનની નજીક આવે તો તેને મૃત્યુદંડની જ શિક્ષા કરવી.”

યહોશુઆ 22:15

તેઓ રૂબેનના, ગાદના અને અર્ધા મનાશ્શાની ટોળીના લોકો પાસે ગિલયાદમાં ગયા અને તેમણે કહ્યું,

1 શમુએલ 2:30

“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.

2 કાળવ્રત્તાંત 16:7

તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.

2 કાળવ્રત્તાંત 19:2

ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;

2 કાળવ્રત્તાંત 30:7

તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે;

ચર્મિયા 13:18

યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.”

દારિયેલ 4:37

હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.

માથ્થી 10:18

તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો.

માથ્થી 10:28

“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.

માથ્થી 14:4

હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.”

યોહાન 5:44

એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો?

1 કરિંથીઓને 5:5

તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

2 કરિંથીઓને 5:16

તેથી આ સમયથી જે રીતે દુનિયા લોકો વિષે વિચારે છે તે રીતે અમે કોઈ પણ એક વ્યક્તિ વિષે વિચારતા નથી. તે સાચું છે કે ભૂતકાળમાં જે રીતે દુનિયા વિચારે છે તે રીતે અમે ખ્રિસ્ત વિષે વિચાર્યુ. પરંતુ હવે અમે તે રીતે વિચારતા નથી.

ગલાતીઓને પત્ર 2:11

પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો.

હિબ્રૂઓને પત્ર 5:4

કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે.

યાકૂબનો 2:1

મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે.

Interlinear

Choose Theme