તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે;
Cross references
“ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”
આથી યહોવાનો કોપ યહૂદા અને યરૂશાલેમ ઉપર ઉતર્યો છે અને તેણે, તમે જુઓ છો તેમ, તેમના એવા હાલ કર્યા છે કે જેઓ તેમની સામે જુએ છે, તેઓ તેની સામે સ્તબ્ધતાથી હાંફે છે.
“‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,
“હવે તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે તમારા વડવાઓની જેમ વતીર્ ને ષ્ટ થાઓ છો, તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ પાછળ પડો છો,
તેથી તું તેઓને કહે કે, સૈન્યોના દેવ યહોવા કહે છે કે, જો તમે પાછા મારે શરણે આવો તો હું તમારી પાસે આવીશ.