Home Bibles ☰ Books 1 શમુએલ 2:30 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 2:30 · ગુજરાતી બાઇબલ

“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.

Cross references

નિર્ગમન 28:43

હારુન અને તેના પુત્રો જ્યારે પણ મુલાકાત મંડપમાં અથવા પવિત્રસ્થાનમાંની વેદી પાસે જાય, ત્યારે તેઓ હંમેશા જાંધિયા પહેરે, જેથી તેઓ દોષમાં ન પડે અને તેઓ મૃત્યુ ન પામે. હારુન અને તેના વંશજો માંટે આ કાયમી કાનૂન સદાને માંટે છે.”

નિર્ગમન 29:9

માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.

ગણના 11:20

પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.”‘

ગણના 25:11

“હારુન યાજકના પુત્ર એલઆઝારના પુત્ર ફીનહાસે ઇસ્રાએલીઓ પરનો માંરો ક્રોધ શાંત કર્યો, એ લોકોમાં માંરા પ્રત્યેની નિષ્ઠાનો અભાવ જોઈ એણે એટલો બધો રોષ વ્યક્ત કર્યો, માંરો ક્રોધ શમી ગયો, જેથી મેં એમનો નાશ ન કર્યો.

ગણના 35:34

તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”

ન્યાયાધીશો 9:10

“પછી વૃક્ષોએ અંજીરના વૃક્ષને કહ્યું, “તું અમાંરા ઉપર રાજ્ય કર.”

2 શમએલ 12:9

તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,

1 રાજઓ 2:27

આમ સુલેમાંને યહોવાના યાજકપદેથી અબ્યાથારને પદષ્ટ કર્યો. આમ એલી યાજકના વંશજો વિષે યહોવાએ શીલોહમાં જે વાણી ઉચ્ચારી હતી તે સાચી પાડી.

1 કાળવ્રત્તાંત 17:18

તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે;

2 કાળવ્રત્તાંત 15:2

તેથી તે આસાને મળવા ગયો, ને કહ્યું, “આસા તથા યહૂદા અને બિન્યામીનના બધા લોકો, મારી વાત સાંભળો, જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે, તમે જો તેને શોધશો, તો તે તમને મળશે. જો તમે તેનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.

2 કાળવ્રત્તાંત 26:18

“ઉઝિઝયા, યહોવાને ધૂપ ચઢાવવાનો તમને અધિકાર નથી. તે અધિકાર તો એ સેવા માટે પવિત્ર બનાવવામાં આવેલ હારુનના વંશજોને જ છે. પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળો. તમે યહોવાનો ગુનો કર્યો છે. હવે યહોવા દેવ તરફથી તમને સન્માન મળશે નહિ.”

ગીતશાસ્ત્ર 18:20

મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે, મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.

ગીતશાસ્ત્ર 18:26

જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો. પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.

Interlinear

Choose Theme