તેમ છતાં યહોવા દાઉદના વંશનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેણે દાઉદ સાથે કરાર કરીને તેને વચન આપ્યુ હતું કે, “હું તારા વંશનો દીવો સદાસર્વદા સળગતો રાખીશ.”
Cross references
“તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.
પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો.તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”
દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું, દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે, તે દરેક રીતે સુરક્ષિત છે. દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે. તે માંરી બધી ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.
તેમ હું આખું રાજય પણ નહિ લઈ લઉં; પરંતુ હું માંરા સેવક દાઉદને માંટે અને માંરી પસંદગીના નગર યરૂશાલેમને માંટે એક કુળ તારા પુત્રોના હાથમાં રહેવા દઈશ.”
તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે.
પરંતુ યહોવા યહૂદાનો વિનાશ કરવા માગતાં નહોતા, કારણ કે તેમનો પોતાનો સેવક દાઉદ જેને તેમણે વચન આપ્યું હતું કે, હું તારા વંશનો દીવો હંમેશા ઝળહળતો રાખીશ.
અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’
ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો.
મારી કૃપા તેના પર સદા રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!”
તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે. “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
તેઓ કહે છે, અમે યહૂદા પર ચઢાઇ કરીશું અને તેને કબજે કરીશું. પછી અમે યરૂશાલેમ પર ચઢાઇ કરીશું અને ટાબએલના પુત્રને તેઓનો રાજા બનાવીશું.”‘
મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.
દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”