Home Bibles ચર્મિયા 33:20 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 33:20 · ગુજરાતી બાઇબલ

મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી.

Cross references

ઊત્પત્તિ 8:22

જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”

ગીતશાસ્ત્ર 89:37

તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

ગીતશાસ્ત્ર 104:19

ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું, ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.

યશાયા 54:9

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”

યશાયા 66:22

“હું જે નવું આકાશ અને નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી નજર સમક્ષ કાયમ રહેશે, તેમ તમારા વંશજો અને તમારું નામ પણ કાયમ રહેશે.

ચર્મિયા 31:35

“જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે:

ચર્મિયા 33:25

પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે;

Interlinear

Choose Theme