Home Bibles 2 કાળવ્રત્તાંત 21:8 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 21:8 · ગુજરાતી બાઇબલ

એના અમલ દરમ્યાન અદોમના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને યહૂદાથી સ્વતંત્ર જાહેર કર્યા પછીથી તેઓએ પોતાની પસંદગીથી પોતાના રાજા ચુટયાં.

Cross references

ઊત્પત્તિ 27:40

તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે, તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે. પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”

1 રાજઓ 22:47

તેણે તેના પિતા આસાનાં સમયની દેવદાસીઓ જે હજી સુધી રહેતી હતી તેઓને ભૂમિમાંથી હાંકી કાઢી.

2 રાજઓ 3:9

આમ, ઇસ્રાએલનો રાજા યહોરામ યહૂદાના રાજા અને અદોમના રાજાને સાથે લઈ યુદ્ધે ચડયો. સાત દિવસ સુધી ચકરાવાવાળે રસ્તે કૂચ કર્યા પછી લશ્કર માંટે કે સરસામાંન ઉપાડતાં જાનવરો માંટે પાણી ખૂટી ગયું.

2 રાજઓ 8:20

યહોરામના શાસનકાળ દરમ્યાન, અદોમીઓ યહૂદાના શાસનમાંથી છૂટા પડી ગયા અને પોતાના માટે એક રાજા પસંદ કર્યો.

2 કાળવ્રત્તાંત 20:22

જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો.

2 કાળવ્રત્તાંત 21:10

પણ આજ સુધી યહૂદાની ઝૂંસરી પોતાના પરથી ફેંકી દેવામાં અદોમ સફળ રહ્યો હતો. પછી લિબ્નાહે પણ યહૂદા સામે બળવો કર્યો. કારણકે યહોરામ તેના પિતૃઓના દેવ યહોવાથી દૂર ભટકી ગયો હતો.

2 કાળવ્રત્તાંત 28:17

કારણ, અદોમીઓ ફરી એકવાર યહૂદા ઉપર ચઢી આવ્યા અને ઘણા લોકોને બંદીવાન તરીકે પકડી ગયા.

Interlinear

Choose Theme