Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 15:13 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 15:13 · ગુજરાતી બાઇબલ

નાનો હોય કે મોટો, સ્રી હોય કે પુરુષ, જે કોઇ ઇસ્રાએલનાં દેવ યહોવાની ઉપાસના ન કરે તેને મૃત્યુદંડ દેવાનું ઠરાવવામાં આવ્યું.

Cross references

ઊત્પત્તિ 19:11

બંન્ને જણે દરવાજાની બહારના માંણસોને આંધળા બનાવી દીધા અને ઘરમાં ઘૂસવા વાળા જુવાન અને વૃદ્વ બધાં જ આંધળા થઈ ગયા. તેઓ બારણાં શોધી શોધીને થાકી ગયા.

નિર્ગમન 12:29

અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.

નિર્ગમન 22:19

“જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.”

નિર્ગમન 22:20

“માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.”

પુનર્નિયમ 13:5

જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.

પુનર્નિયમ 17:2

“તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે,

પુનર્નિયમ 29:18

તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.

1 રાજઓ 18:40

એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડી લો, જોજો, એક પણ છટકી ન જાય.” લોકોએ તેમને પકડી લીધા અને એલિયા તેમને કીશોન નદીને કાંઠે લઇ ગયા અને તેઓ સર્વને ત્યાં માંરી નાખ્યાં.

અયૂબ 3:19

બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

અયૂબ 34:19

દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે.

ગીતશાસ્ત્ર 115:13

હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.

સફન્યા 1:6

જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 26:22

પણ દેવે મને મદદ કરી અને હજુ આજે પણ તે કરે છે. હું અહીં ઊભો છું કારણ કે મને દેવની મદદ મળી છે અને મેં જે કંઈ જોયું છે તે બધું લોકોને હું કહું છું. પણ હું કશું પણ નવું કહેતો નથી. મૂસાએ અને પ્રબાધકોએ કહ્યું છે કે તે થશે એ જ વાત હું કહું છું.

Interlinear

Choose Theme