“તમાંરા દેવ યહોવાએ આપેલા કોઈ ગામમાં કોઈ સ્ત્રી કે પુરૂષ યહોવાના કરારનો ભંગ કરીને તેની દૃષ્ટિએ પાપ કરે,
Cross references
“જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.”
“તું ઇસ્રાએલી પ્રજાને આ આજ્ઞાઓ આપ: જો કોઈ ઇસ્રાએલી કે તેઓની વચમાં રહેતો વિદેશી પોતાનાં બાળક મોલેખ દેવને ચઢાવવા આપે તો તેને મૃત્યુદંડ આપવો.
તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,
માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.
પણ સાવધાન! તમાંરા દેવ યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને ભૂલશો નહિ, તમાંરા દેવ યહોવાએ જેની સ્પષ્ટ મનાઈ કરી છે એવી કોઈ પણ મૂર્તિ બનાવશો નહિ.
“જો તમાંરા ખૂબ જ નજીકના સગામાંનું કોઇ, અથવા તમાંરા ખાસ મિત્રોમાંનું કોઇ, તમાંરો પુત્ર અથવા પુત્રી અથવા તમાંરી પ્રિય પત્ની તમને ખાનગીમાં ઉશ્કેરે અને અન્ય દેવો કે જેઓને તમે કે તમાંરા પિતૃઓએ કદી પૂજ્યા નથી, તેઓનું પૂજન કરવા લલચાવે.
તો એવું દુષ્ટકૃત્ય કરનાર સ્ત્રી કે પુરૂષને શહેરના દરવાજા આગળ લાવી, ઇટાળી કરી તેને માંરી નાખવો.
તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.
તેઓને પ્રત્યુત્તર મળશે, ‘તેઓના પિતૃઓના દેવ યહોવા તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરારને એ લોકોએ ફગાવી દીધો,
જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે.
ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.
જો વ્યક્તિએ વસ્તુઓમાંથી ચોરી કરી હોય જેનો નાશ કરવાનો હતો, તેને તેની મિલ્કત સાથે જીવતો બાળી મુકાશે, કારણકે તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લઁધન કર્યું હતું, યહોવાના કરારને તોડ્યો છે, અને ઇસ્રાએલના લોકોને ભયંકર ઈજા પહોચાડી છે.”‘
જો તમે યહોવા દેવનો કરાર જાણવવા નિષ્ફળ થાવ જે તેણે આજ્ઞા કરી હતી અને જો તમે બીજા દેવોને પૂજોઅને તેઓને નમો, તો યહોવા તમાંરી સાથે ગુસ્સે થશે અને તુરંત જ તમને આ ભૂમિ જે ફળદ્રુપ છે જે તેણે તમને આપી છે તેમાંથી દબાણ કરી બહાર કાઢશે.”
આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.
પરંતુ યોઆશે તેની સામે ભેગા થયેલાં લોકોને કહ્યું, “તમે શા માંટે બઆલનો પક્ષ લો છો? શા માંટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં માંરી નાખવામાં આવશે. જો બઆલ ખરેખરા દેવ હોય અને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતનો બચાવ કરે.
આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.
તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ. જો મેં એવી કોઇપણ વસ્તુની ઉપાસના કરી હોય તો હું દેવને વિશ્વાસુ રહ્યો હોઇશ નહિ.
મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.
ખૂની અને વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. કેમકે હું ક્રોધિત અને દ્વેષિત છું.
પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; મારા પ્રેમનો અનાદર કર્યો છે:
યહોવા કહે છે; “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે.
જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં આ કરાર જુદો હશે.