બંન્ને જણે દરવાજાની બહારના માંણસોને આંધળા બનાવી દીધા અને ઘરમાં ઘૂસવા વાળા જુવાન અને વૃદ્વ બધાં જ આંધળા થઈ ગયા. તેઓ બારણાં શોધી શોધીને થાકી ગયા.
Cross references
યહોવા તમને ગાંડા, આંધળા બનાવશે અને બીજા માંનસિક રોગો આપશે;
અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.”અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા.
કામ મૂર્ખને થકવી નાખે છે જે નગરમાં જવાનો પોતાનો રસ્તો પણ શોધી શકતો નથી.
“લાંબી યાત્રાથી તું થાકી જાય છે; પણ તું અટકતી નથી. તેં તારી ઇચ્છાઓને બળવત્તર કરી અને તારી શોધમાં તું આગળ વધતી ગઇ.
તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે.
હવે પ્રભુ તને સ્પર્શ કરશે અને તું આંધળો થઈશ. કેટલાક સમય માટે તું કંઈ જોઈ શકીશ નહિ-સૂર્યનો પ્રકાશ પણ નહિ.”પછી અલિમાસ માટે બધુંજ અંધકારમય બની ગયું. તે આજુબાજુ ચાલતા ભૂલો પડી ગયો. તે કોઈકને શોધવાનો પ્રયત્ન કરતો હતો, જે તેનો હાથ પકડીને દોરી શકે.