Home Bibles ☰ Books 1 શમુએલ 24:16 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 24:16 · ગુજરાતી બાઇબલ

દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો,

Cross references

ઊત્પત્તિ 16:5

પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”

ઊત્પત્તિ 33:4

જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા.

ન્યાયાધીશો 11:27

મેં તમાંરું કંઈ પાપ કર્યું નથી, પરંતુ તમે માંરા ઉપર ચડાઈ કરીને માંરું બગાડો છો, યહોવા ન્યાયાધીશ છે, અને એ જ આજે ઈસ્રાએલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ન્યાય કરશે.”

1 શમુએલ 26:17

શાઉલે દાઉદનો અવાજ ઓળખ્યો અને કહ્યું, “આ કોણ માંરો પુત્ર દાઉદ બોલે છે કે? દાઉદે કહ્યું હાં માંરા ધણી અને રાજા હું છું!”

1 શમુએલ 26:24

જેમ મેં તમાંરો જીવ બચાવ્યો છે જે આજે કિંમતી છે, તેમ યહોવા બતાડશે કે માંરો જીવ એમને કિંમતી છે! બધી મુશ્કેલીઓથી તેઓ માંરુ રક્ષણ કરશે.”

1 કાળવ્રત્તાંત 12:18

તે જ વખતે દેવના આત્માએ’ત્રીસ વીરો’ ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.

અયૂબ 6:25

સત્ય વચન ઘણાં અસરકારક હોય છે. પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી.

ગીતશાસ્ત્ર 119:154

મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

નીતિવચનો 15:1

નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

નીતિવચનો 25:11

પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.

લૂક 21:15

તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 6:10

પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.

Interlinear

Choose Theme