શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”
Cross references
પણ યાકૂબે તેને કહ્યું, “માંરો પુત્ર તમાંરી સાથે નહિ આવે, કારણ કે એનો ભાઇ મરી ગયો છે, અને એ એક જ જીવતો છે. અને મુસાફરી દરમ્યાન જો તેના પર કોઈ આફત આવી પડે તો, તમે માંરાં વૃદ્વત્વને નાશવંત બનાવી અને મને ઉડંા શોક અને દુ:ખમાં મરવા મજબૂર કરશો.”
ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ;
“ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.
પરંતુ હવે તારી સત્તા ટકશે નહિ. યહોવા પોતાને મનગમતો માંણસ શોધી કાઢશે અને તેને પોતાના લોકો ઉપર રાજય કરવા નીમશે, કારણ તેં તેમની આજ્ઞાનું પાલન કર્યુ નથી.”
પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”
આથી શમુએલ શાઉલની સાથે પાછો ગયો અને શાઉલે યહોવાની ઉપાસના કરી.
યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
તારા પુરોગામી શાઉલ ઉપરથી મેં માંરો પ્રેમ અને કૃપા લઈ લીધાં, તેમ હું તેના ઉપરથી માંરી કૃપાદૃષ્ટિ ઉઠાવી લઈશ નહિ.
હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો, કે તે લોકો પર હું આફત ઉતારનાર છું. એ એમના કાવાદાવાનું ફળ છે. તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી; અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.”
મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.
મેં મારા ક્રોધમાં તમને રાજા આપ્યો હતો. અને હવે રોષે ભરાઇને મેં તેને લઇ લીધો છે.
તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું.
જો તમે તેને સ્વીકારો છો તો, તમે તેના દુષ્ટ કામોમાં મદદ કરો છો.