મેં મારા ક્રોધમાં તમને રાજા આપ્યો હતો. અને હવે રોષે ભરાઇને મેં તેને લઇ લીધો છે.
Cross references
યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કાંઈ કહે તે પ્રમાંણે કરો. કારણ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માંટે મને નકાર્યો છે.
પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”
ઇસ્રાએલની સમગ્ર પ્રજાને શમુએલે કહ્યું, “તમે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યુ છે, હવે તમાંરા ઉપર શાસન કરવા માંટે રાજા છે.
હવે આ રહ્યો તમે માંગેલો રાજા, તમાંરા ઉપર રાજ કરવા યહોવાએ એને રાજા તરીકે પસંદ કર્યો છે.
પરંતુ જવાબ આપ્યો, “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બેહતર છે.
પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ મૂર્તિ પૂજા અને જંતરમંતરના પાપ જેટલુજ ખરાબ છે. તમે યહોવાની આજ્ઞા પાળવાની ના પાડી તેથી હવે યહોવા તમને રાજા તરીકે રાખવાની ના પાડે છે.”
શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”
યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
પલિસ્તીઓ ઇસ્રાએલી સામે લડ્યા; જેઓ નાસી ગયા અને ગિલ્બોઆ પર્વત ઉપર માંર્યા ગયા. ઘણા ઇસ્રાએલીઓ ત્યાં મરી ગયા અને તેમાંનાં ઘણાં ભાગી ગયા.
આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના પ્રબોધક અહિયા માંરફતે નબાટના પુત્ર યરોબઆમને જે સંદેશો મોકલાવ્યો હતો તે પૂરો કરવાનો હતો, તેથી રાજાએ તે પ્રમાંણે વર્તન કર્યુ હતું.
યરોબઆમે વિચાર કર્યો, “આજે સ્થિતી એવી છે કે, માંરા રાજયના લોકો પાછા દાઉદના રાજવંશને સ્વીકારશે.
જા, યરોબઆમને જણાવ કે, ઇસ્રાએલના દેવ યહોવા એમ કહે છે કે, ‘મેં તને એક સામાંન્ય માંણસમાંથી ઇસ્રાએલનો રાજા બનાવ્યો.
યહૂદાના રાજા આહાઝના શાસનનું 12 મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 9 વર્ષ શાસન કર્યુ,
ગુનાથી ભરેલા દેશમાં તેના રાજકર્તાઓ વારંવાર બદલાય છે. પણ બુદ્ધિમાન તથા જ્ઞાની રાજકર્તા હેઠળ તે દીર્ઘકાળ પર્યંત સ્થિરતા અનુભવે છે.
હવે તેમણે કહેવું પડશે; અમારે કોઇ રાજા નથી, કારણ, અમે યહોવાથી બીતા નથી; અને રાજા પણ અમારે માટે શું કરવાનો હતો?
સમરૂનનો રાજા સમુદ્રના મોજાઓ ઉપર તરતાં લાકડાના પાટિયાની જેમ તણાઇ જશે.