Home Bibles 1 રાજઓ 9:26 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 9:26 · ગુજરાતી બાઇબલ

સુલેમાંને અદોમના પ્રદેશમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણો બાંધ્યાં.

Cross references

ગણના 33:35

આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.

પુનર્નિયમ 2:8

“આથી આપણે સેઇરમાં વસતા આપણા સગાંઓ એસાવના વંશજોમાંથી પસાર થયા અને એલાથ અને એશ્યોન-ગેબેરથી મૃત સરોવર જતા માંગેર્ મુસાફરી કરી. પછી અમે વળ્યાં અને મોઆબના રણ તરફ આગળ વધ્યાં.

1 રાજઓ 22:48

અદોમમાં કોઈ રાજા નહોતો, તેથી એક પ્રશાસક ત્યાં અમલ કરતો હતો.

1 રાજઓ 22:49

સોનું લઇ આવવા માંટે ઓફીર જવા માંટે યહોશાફાટે મોટા વહાણો બનાવ્યા હતા, પણ વહાણ કદી ત્યાં પહોચ્યાં નહિ કારણ કે, એસ્યોનગેબેર આગળ તે તૂટી પડ્યા હતા.

2 રાજઓ 14:22

અમાસ્યાના અવસાન પછી અઝાર્યાએ એલાથ યહૂદા માટે પાછું મેળવ્યું અને તેને ફરી બંધાવ્યું.

2 કાળવ્રત્તાંત 8:11

સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.”

2 કાળવ્રત્તાંત 8:17

પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો.

નીતિવચનો 31:14

તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે.

Interlinear

Choose Theme