1 રાજઓ 22:49 · ગુજરાતી બાઇબલ
સોનું લઇ આવવા માંટે ઓફીર જવા માંટે યહોશાફાટે મોટા વહાણો બનાવ્યા હતા, પણ વહાણ કદી ત્યાં પહોચ્યાં નહિ કારણ કે, એસ્યોનગેબેર આગળ તે તૂટી પડ્યા હતા.
Cross references
1 રાજઓ 9:26
સુલેમાંને અદોમના પ્રદેશમાં રાતા સમુદ્રને કાંઠે આવેલા એલોથની નજીકના એસ્યોન ગેબેરમાં વહાણો બાંધ્યાં.
1 રાજઓ 9:27
હીરામે કુશળ કારીગરો અને કેળવાયેલા નાવિકોને તેને વહાણ બાંધવામાં મદદ કરવા માંટે મોકલ્યા;
1 રાજઓ 9:28
તેઓ ઓફીર જઈને ત્યાંથી 14,280 કિલો સોનું લઈ આવ્યાં, અને તે તેમણે રાજા સુલેમાંનને પહોંચાડયું.
1 રાજઓ 10:22
સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વષેર્ એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
ગીતશાસ્ત્ર 48:8
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે. આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં, હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.