Home Bibles ☰ Books 1 રાજઓ 6:35 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 6:35 · ગુજરાતી બાઇબલ

એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.

Cross references

1 રાજઓ 7:26

હોજની દીવાલની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની કોરનો આકાર વાટકાની કોર જેવો અને કમળના ફૂલ સમાંન હતો, તેમાં 2ણ000 બાથ પાણી સમાંઈ શકે તેમ હતું.

1 રાજઓ 7:36

એ તકતીઓ પર જયાં જયાં ખાલી જગ્યા હતી ત્યાં ત્યાં કરૂબ દેવદૂતો, હરણો, મૃગો સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતા, અને તેની ફરતે ફુલ વેલની ભાત કોતરેલી ઝાલરો હતી.

2 કાળવ્રત્તાંત 4:21

શુદ્ધ સોનાનાં ફૂલ, કોડિયાં, ચીપિયા,

2 કાળવ્રત્તાંત 4:22

દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ- આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા.

ગીતશાસ્ત્ર 74:6

તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.

યર્મિયાનો વિલાપ 40:16

પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.

યર્મિયાનો વિલાપ 40:22

આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું.

યર્મિયાનો વિલાપ 41:18

પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં.

Interlinear

Choose Theme