Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 74:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 74:6 · ગુજરાતી બાઇબલ

તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.

Cross references

1 રાજઓ 6:18

મંદિરની અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર ફૂલો અને વેલાઓ કોતરેલાં હતાં. અંદરનો બધો જ ભાગ દેવદારના લાકડાથી મઢી લેવામાં આવ્યો હતો. જેથી મંદિરની અંદરના હિસ્સામાં કયાંય પથ્થર દેખાતો નહોતો.

1 રાજઓ 6:29

મંદિરની બંને ઓરડીઓની બધી જ દીવાલો પર કરૂબ દેવદૂતો ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું.

1 રાજઓ 6:32

બંને દરવાજા પર કરૂબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરેલું હતું અને તેને સોનેથી મઢી દીધું હતું .

1 રાજઓ 6:35

એ બારણાંઓ પર કરૂબ દેવદૂતો, ખજૂરીનાં વૃક્ષો, અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરેલું હતું અને બારણાં સોનાના પતરાંથી મઢેલાં હતાં.

Interlinear

Choose Theme