જયારે આહાબે સાંભળ્યું કે, યિઝએલનો નાબોથ મરી ગયો છે, ત્યારે તે ઊઠીને દ્રાક્ષના બગીચાનો કબજો લેવા ગયો.
Cross references
દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?”એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.”
દાઉદે રિમ્મોનના પુત્રોને રેખાબ અને તેના ભાઈ બાઅનાહને ઉત્તર આપ્યો, “મને તમાંમ સંકટોમાંથી ઉગારનાર યહોવાના સમ ખાઈને હું કહું છું.
દાઉદે સંદેશવાહકને કહું, “યોઆબને હિંમત આપજે, અને કહેજે કે, ‘તે નિરાશ થાય નહિ, તરવાર આડી અવળી એક વ્યકિતને તથા તેની પછીનાને પણ માંરી શકે. નગર પર જોરદાર આક્રમણ કરીને તેનો કબજો મેળવો!”‘
જયારે ઊરિયાની પત્ની બાથ-શેબાએ જાણ્યું કે તેના પતિ મૃત્યુ પામ્યા છે, ત્યારે તેણે તેનો શોક પાળ્યો.
અને જયારે તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાઉદે તેને પોતાના મહેલ પર બોલાવી લીધી. પછી તે તેની પત્ની થઈને રહી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ દાઉદે જે કૃત્ય કર્યુ તેનાથી યહોવા ખુશ ન હતા.
દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!”
યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.
જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.
પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું, યહૂદાના નાશના દિવસે તારે આનંદ માણવો જોઇતો ન હતો, જ્યારે તેઓ પિડીત હતા, ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.
તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.
આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો.