Home Bibles 1 રાજઓ 11:43 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 11:43 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.

Cross references

પુનર્નિયમ 31:16

યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે.

1 રાજઓ 1:21

જો તમે એમ નહિ કરો તો તમે જ્યારે તમાંરા પિતૃઓ સાથે દટાયા હશો, ત્યારે માંરા પુત્ર સુલેમાંન અને માંરી સાથે ગુનેગારનું વર્તન થશે.”

1 રાજઓ 2:10

પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો.

1 રાજઓ 14:20

યરોબઆમ 21 વર્ષ રાજય કરી પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર નાદાબ ગાદીએ આવ્યો.

1 રાજઓ 14:21

યહૂદાનાં રાજા સુલેમાંનનો પુત્ર રહાબઆમ જ્યારે તે 41 વર્ષની ઊંમરનો હતો ત્યારે યહૂદાનો રાજા બન્યો. રહાબઆમે યરૂશાલેમમાં 17 વર્ષ રાજ્ય કર્યુ. ઇસ્રાએલની બધી જાતિઓમાંથી યરૂશાલેમ નગર હતું જેને યહોવાએ પોતાના માંટે પસંદ કર્યુ હતું. રહાબઆમની માંતાનું નામ નાઅમાંહ હતું, તે આમ્મોની હતી.

1 રાજઓ 14:31

અંતે રહાબઆમ પિતૃલોકને પામ્યો, ત્યારે તેને દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો તેની માંતાનું નામ નાઅમાંહ હતું, તે એક આમ્મોની હતી. રહાબઆમના મૃત્યુ પછી તેનો પુત્ર અબીયામ રાજા બન્યો.

1 રાજઓ 15:8

પછી અબીયામ મૃત્યુ પામ્યો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો.

1 રાજઓ 15:24

પછી તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેનો પુત્ર યહોશાફાટ તેના પછી રાજગાદીએ આવ્યો.

1 રાજઓ 16:6

પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો.

1 રાજઓ 22:40

આમ, આહાબ, પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.

2 રાજઓ 16:20

અને એ પછી રાજા આહાઝ મૃત્યુ પામ્યો અને તે પિતૃઓ ભેગો પોઢી ગયો, અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદીએ આવ્યો.

2 રાજઓ 20:21

એ પછી હિઝિક્યા પિતૃલોકને પામ્યો એટલે તેનો પુત્ર મનાશ્શા તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કરવા લાગ્યો.

2 રાજઓ 21:18

મનાશ્શા પિતૃલોકને પામ્યો અને તેને ઉઝઝાના બગીચામાં આવેલી તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આમોન ગાદીએ આવ્યો.

2 રાજઓ 21:26

તેને ઉઝઝાના બગીચામાં તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોશિયા ગાદીએ આવ્યો.

1 કાળવ્રત્તાંત 3:10

સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;

2 કાળવ્રત્તાંત 9:31

ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.

2 કાળવ્રત્તાંત 13:7

અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.

2 કાળવ્રત્તાંત 21:20

તે ગાદીએ આવ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરૂશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યુ. તે મૃત્યુ પામ્યો ત્યારે કોઇએ તેને માટે શોક કર્યો નહિ. તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પણ રાજાઓનાં ખાસ કબ્રસ્તાનમાં નહિ.

2 કાળવ્રત્તાંત 26:23

ઉઝિઝયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો; અને તે કોઢિયો છે એમ કહીને તેઓએ તેને રાજાઓના કબ્રસ્તાન પાસેના ખેતરમાં તેના પિતૃઓની સાથે ન દફનાવતાં પાસેના ખેતરમાં તેને દફનાવ્યો; પછી તેનો પુત્ર યોથામ નવો રાજા બન્યો.

2 કાળવ્રત્તાંત 28:27

પછી આહાઝ પિતૃલોકને પામ્યો અને તેને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, પરંતુ તેને રાજાઓના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો નહિ, તેના પછી તેનો પુત્ર હિઝિક્યા ગાદી પર આવ્યો.

સભાશિક્ષક 2:19

કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.

ચર્મિયા 22:19

એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે, તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.”

માથ્થી 1:5

સલ્મોન બોઆઝનો પિતા હતો.(બોઆઝની માતા રાહાબ હતી.)બોઆઝ ઓબેદનો પિતા હતો.(ઓબેદની માતા રૂથ હતી.)ઓબેદ યશાઈનો પિતા હતો.

માથ્થી 1:7

સુલેમાન રહાબામનો પિતા હતો.રહાબામ અબિયાનો પિતા હતો.અબિયા આસાનો પિતા હતો.

Interlinear

Choose Theme