Home Bibles 1 રાજઓ 14:20 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 14:20 · ગુજરાતી બાઇબલ

યરોબઆમ 21 વર્ષ રાજય કરી પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર નાદાબ ગાદીએ આવ્યો.

Cross references

1 રાજઓ 2:10

પછી દાઉદનું અવસાન થયું અને તેને દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો.

1 રાજઓ 11:43

ત્યારબાદ સુલેમાંન પોતાના પિતૃલોકને પામ્યો, તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; અને તેની જગાએ તેનો પુત્ર રહાબઆમ ગાદીએ આવ્યો.

1 રાજઓ 15:25

એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વષેર્ ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ.

2 કાળવ્રત્તાંત 13:2

તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું.

2 કાળવ્રત્તાંત 13:20

0અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો.

અયૂબ 14:12

તેમ માણસ સૂઇ જઇને ક્યારેય પાછો ઊઠતો નથી; જ્યાં સુધી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી માણસ ફરીથી તેની ઊંઘમાંથી જાગશે નહિ.

ગીતશાસ્ત્ર 3:5

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું, સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

ગીતશાસ્ત્ર 4:8

હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

Interlinear

Choose Theme