Home Bibles 1 રાજઓ 16:6 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 16:6 · ગુજરાતી બાઇબલ

પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો.

Cross references

1 રાજઓ 14:17

યરોબઆમની પત્ની ઊઠીને ચાલતી થઈ, તે તિર્સાહ આવી પહોંચી અને જ્યારે તેના ઘરના ઊંમરા પર પહોચી તે જ ઘડીએ બાળક મૃત્યુ પામ્યો.

1 રાજઓ 14:20

યરોબઆમ 21 વર્ષ રાજય કરી પિતૃલોકને પામ્યો અને તેના પછી તેનો પુત્ર નાદાબ ગાદીએ આવ્યો.

1 રાજઓ 15:21

બાઅશાએ આ આક્રમણના સમાંચાર સાંભળ્યા, ત્યારે તેણે રામાં નગરનું બાંધકામ પડતું મૂકયું. અને પાછો તિર્સાહ ચાલ્યો ગયો.

1 રાજઓ 15:25

એ સમય દરમ્યાન ઇસ્રાએલમાં યરોબઆમનો પુત્ર નાદાબ રાજા બન્યો. તે આસાના રાજયકાળના બીજા વષેર્ ગાદીએ આવ્યો હતો. તેણે બે વર્ષ રાજ કર્યુ.

1 રાજઓ 16:8

યહૂદાના રાજા આસાના શાસનના છવ્વીસમાં વષેર્ જ્યારે બાઅશાનો પુત્ર એલાહ તિર્સાહમાં રાજા થયો અને તેણે બે વર્ષ રાજય કર્યુ,

1 રાજઓ 16:13

બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કમોર્ને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા.

1 રાજઓ 16:28

પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો.

Interlinear

Choose Theme