યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.
Cross references
શાઉલના પુત્ર યોનાથાન, યોનાથાનનો પુત્ર મફીબોશેથ લંગડો હતો. જ્યારે યુદ્ધમાં શાઉલ અને યોનાથાન મરી ગયા, તે સમયે તે પાંચ વરસનો હતો. જ્યારે યિઝએલથી શાઉલ અને યોનાથાનના મૃત્યુના સમાંચાર તેની આયાને મળ્યા ત્યારે ઉતાવળે તેને ઉપાડીને ભાગી નીકળી હતી, પરંતુ ભાગતી વખતે અકસ્માંતથી તેનાથી છોકરો પડી ગયો અને બન્ને પગે લંગડો થઈ ગયો.
તે યોનાથાનનો પુત્ર અને શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો અને તેણે રાજા દાઉદ સમક્ષ મસ્તક નમાંવી નમન કર્યું.દાઉદે કહ્યું, “મફીબોશેથ?”તેણે કહ્યું, “હાજી, આપનો સેવક હાજર છે.”
તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.
મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં.
શાઉલનો પૌત્ર મફીબોશેથ પણ રાજાને મળવા ગયો હતો, રાજા યરૂશાલેમ છોડીને ગયા તે દિવસથી, તે જીત મેળવીને પાછા ન ફરે ત્યાં સુધી, તેણે પોતાનાં વસ્રો કે પગ ધોયાઁ નહોતાં, કે દાઢી પણ વ્યવસ્થિત રીતે કરી નહોતી.