નેર કીશના પિતા હતા અને કીશ શાઉલના પિતા હતા. શાઉલનાં પુત્રો: યોનાથાન માલ્કી-શૂઆ, અબીનાદાબ અને એશ્બઆલ.
Cross references
બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો.
તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો.
હવે શાઉલના પુત્ર યોનાથાન, યિશ્વી અને માંલકીશૂઆ હતા. તેની બે પુત્રીઓનાં નામ આ પ્રમાંણે હતા: મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ.
પલિસ્તીઓએ શાઉલના ત્રણ પુત્રોને માંરી નાખ્યાં યોનાથાનને, અબીનાદાબને અને માંલ્કીશૂઆને તેઓએ એમનો પીછો પકડયો અને માંરી નાખ્યા.
પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો.
દાઉદે પોતાના યુવાનોને હુકમ કર્યો, એટલે તેમણે રેખાબ અનેે બાઅનાહને માંરી નાખ્યા. અને તેમના હાથપગ કાપી નાખીને હેબ્રોનના તળાવ પાસે લટકાવ્યા. તેમણે હેબ્રોનમાં આવેલી આબ્નેરની કબરમાં ઇશબોશેથનું માંથું દાટી દીધું.
નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા.
પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો.