1 કાળવ્રત્તાંત 5:10 · ગુજરાતી બાઇબલ
શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા.
Cross references
ઊત્પત્તિ 21:9
પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.
ઊત્પત્તિ 25:12
ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો.
1 કાળવ્રત્તાંત 5:18
રૂબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અધુંર્ કુલસમૂહ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુવિર્દ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા.
1 કાળવ્રત્તાંત 5:19
તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ.
1 કાળવ્રત્તાંત 27:31
હાગ્રી યાઝીઝ ઘેટાંબકરાં સંભાળતો હતો.આ બધા માણસો રાજા દાઉદની મિલકત સંભાળનાર અમલદારો હતા.
ગીતશાસ્ત્ર 83:6
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
ગીતશાસ્ત્ર 83:7
ગબાલ, તથા આમ્મોન ને અમાલેક; અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.