Home Bibles ગીતશાસ્ત્ર 83:7 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 83:7 · ગુજરાતી બાઇબલ

ગબાલ, તથા આમ્મોન ને અમાલેક; અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.

Cross references

યહોશુઆ 13:5

અને ગબાલીઓનો પ્રદેશ. અને પૂર્વ તરફનું આખું લબાનોન, હેર્મોન પર્વત નીચે બઆલ-ગાદથી લબનોન સુધી,

1 શમુએલ 4:1

શમુએલ વિષેની ખબર આખા ઇસ્રાએલમાં ફેલાઇ ગઇ. તે દિવસોમાં ઇસ્રાએલીઓ પલિસ્તીઓ વિરુદ્ધ લડવા નીકળી પડ્યા. ઇસ્રાએલીઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.

1 શમુએલ 15:2

યહોવા સર્વસમર્થ કહે છે, ‘ઇસ્રાએલીઓ, તે સમયે જ્યારે તેઓ મિસરમાંથી આવતા હતા, અમાંલેકના લોકોએ તેમને તેમની ભૂમિમાંથી પસાર થતાં રોકયા. અમાંલોકીઓએ શું કર્યું તે મે જોયું હતું.

1 કાળવ્રત્તાંત 5:10

શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા.

યર્મિયાનો વિલાપ 27:3

“‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.”

યર્મિયાનો વિલાપ 27:9

ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.’

આમોસ 1:9

યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા.

Interlinear

Choose Theme