યારબાદ દાઉદે સર્વ લોકોને જણાવ્યું, “યહોવા તમારા દેવની સ્તુતિ કરો!” અને લોકોએ યહોવા તેમના પૂર્વજના દેવ સમક્ષ નમીને તેમની સ્તુતિ કરી અને રાજાનું સન્માન કર્યુ
Cross references
નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી.
પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું.
લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.
અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.
એ સાંભળીને ઇસ્રાએલીઓને સંતોષ થયો. તેમણે દેવનો આભાર માંન્યો અને રૂબેન અને ગાદના વંશના લોકો જે પ્રદેશમાં વસ્યા હતા તેના પર યુદ્ધ કરીને તેને ખેદાનમેદાન કરી નાખવાની વાત છોડી દીધી.
પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.
હે યહોવા, ઇસ્રાએલના દેવ, અનાદિકાળથી તે અનંતકાળ પર્યંત તમે સ્તુત્ય થાઓ.સર્વ લોકોએ આમીન કહીને યહોવાની સ્તુતિ કરી.
પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા, “યહોવાની સ્તુતિ કરો, કારણ, તેની કરૂણા શાશ્વત છે.”
ત્યારબાદ એઝરાએ મહાન દેવ યહોવાને ધન્યવાદ આપ્યા. સર્વ લોકોએ કહ્યું, “આમીન આમીન” અને પોતાના હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ભૂમિ સુધી નીચે નમીને પોતાના મુખ ભૂમિ તરફ રાખીને યહોવાનું ભજન કર્યું.
ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો!“જે અનાદિ અને અનંત છે, ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે.
હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો; તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
પવિત્રસ્થાન ભણી તમારા હાથ ઊંચા કરો અને યહોવાની સ્તુતિ કરો.
હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે, બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહિ;
રાજકુમારે પણ તેમની સાથે તેમની જેમ જ અંદર આવવું અને તેમની જેમ જ બહાર જવું.
દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.