યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.
Cross references
“કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.
લેવી કુળસમૂહના યાજકોની કે તે વખતના ન્યાયાધીશની પાસે જઈ તેમને પૂછવું, તેઓ તમને સાચો નિર્ણય કહેશે.
એમાંના 24,000 ને યહોવાના મંદિરની સેવા સોંપવામાં આવી. 6,000 ને અમલદારો અને ન્યાયાધીશો નીમવામાં આવ્યા.
કેહાથના ચાર પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.
તેમાંથી કેટલાક આમ્રામનાં યિસ્હારના, હેબ્રોનના અને ઉઝઝીએલના વંશજો હતા.
પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા.
ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા.
ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.
શાબ્બથાય તથા યોઝાબાદ, (શાબ્બથાય અને યોઝાબાદ લેવીઓના આગેવાન હતા જેઓ દેવના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;)