Home Bibles 1 કાળવ્રત્તાંત 23:4 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 23:4 · ગુજરાતી બાઇબલ

એમાંના 24,000 ને યહોવાના મંદિરની સેવા સોંપવામાં આવી. 6,000 ને અમલદારો અને ન્યાયાધીશો નીમવામાં આવ્યા.

Cross references

પુનર્નિયમ 16:18

“તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો.

પુનર્નિયમ 17:8

“કોઈ વાર કોઈ ખટલાનો ચુકાદો આપવો તમને બહું મુશ્કેલ લાગે-જેમ કે ખૂનનો, મિલકતના હકનો કે માંરામાંરીનો કે તમાંરા શહેરોમાંના કોઇ વિવાદનો જો કોઈ આવો ખટલો તમાંરી સમક્ષ આવે તે બાબત તમાંરે જે જગ્યા તમાંરા દેવ યહોવા પસંદ કરશે ત્યાં લઇ જવી.

1 કાળવ્રત્તાંત 6:48

તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા.

1 કાળવ્રત્તાંત 9:28

તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા.

1 કાળવ્રત્તાંત 23:28

લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી.

1 કાળવ્રત્તાંત 26:20

અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

1 કાળવ્રત્તાંત 26:29

યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.

2 કાળવ્રત્તાંત 19:8

ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા.

2 કાળવ્રત્તાંત 23:18

ત્યારબાદ મૂસાના નિયમશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે યહોયાદાએ, યજ્ઞો અર્પણ કરવા માટે લેવીઓમાંથી યાજકોની નિમણૂંક કરી. દાઉદ રાજાના સમયમાં જે કુટુંબો સેવા આપતા હતા, તેઓને એ જ સેવાઓ સોંપી. તેઓ યહોવા માટે કામ કરતાં આનંદથી ગીતો ગાતા હતા.

2 કાળવ્રત્તાંત 34:13

ભાર ઊંચકનારાઓના તેમજ જુદાં જુદાં કામોના કારીગરો પર પણ તેઓ જ નજર રાખતા હતા. કેટલાક લહિયા, કારભારીઓ અને દ્વારપાળો તરીકે કામ કરતા હતા.

એઝરા 3:8

બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.

નહેમ્યા 11:9

ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો; હાસ્સનૂઆહનો પુત્ર યહૂદા એ નગરના પ્રભુત્વનો દ્વિતીય ક્રમનો ઉપરી હતો.

નહેમ્યા 11:22

મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝઝી યરૂશાલેમમાં રહેતા લેવીઓનો આગેવાન હતો, અને ઉઝઝીના પિતા અને પિતૃઓ ગવૈયા હતા, તે આસાફના વંશજો હતા. તેઓ દેવના મંદિરના કામનો કારભાર સંભાળતા હતાં.

માલાખી 2:7

એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 20:28

તમારી જાત માટે તથા દેવ જે બધા લોકો તમને આપ્યા છે તેઓને માટે સાવધાન રહો. પવિત્ર આત્માએ આ ઘેટાં જેવા ટોળાની (દેવનાં લોકો) કાળજી રાખવાનું કામ તમને સોંપ્યું છે. તમારે દેવની મંડળી માટે ભરવાડો જેવા બનવું જોઈએ. આ તે મંડળી છે જે દેવે તેના પોતાના લોહીથી ખરીદી છે.

Interlinear

Choose Theme