Home Bibles 1 કાળવ્રત્તાંત 21:24 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 21:24 · ગુજરાતી બાઇબલ

પણ રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના પૂરી કિંમતે હું તે ખરીદીશ. યહોવાને અર્પણ કરવા માટે તારું જે છે તે હું મફત લઇ શકું નહિ. જેની કિંમત મેં ચૂકવી નથી તેનું અર્પણ હું તેમને નહિ ચઢાવું.”

Cross references

ઊત્પત્તિ 14:23

જે તમાંરી વસ્તુઓ છે તેમાંથી કંઈ પણ લઈશ નહિ. તારો એક તાંતણો કે, જોડાની વૅંધરી સુદ્વાં નહિ લઉ. હું એ નથી ઈચ્દ્ધતો કે, તું એમ કહે કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’

ઊત્પત્તિ 23:9

“હું માંખ્પેલાહની ગુફા, જે તેની માંલિકીની છે તે ખરીદવા ઈચ્છું છું તે મને આપે. એ તેના ખેતરને છેડે આવેલી છે. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ. હું ઈચ્છું છું કે, તમે લોકો તેના સાક્ષી રહો કે, હું આ જમીન તમાંરી હાજરીમાં કબરસ્તાન માંટે ખરીદી રહ્યો છું.”

ઊત્પત્તિ 23:13

ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”

પુનર્નિયમ 16:16

“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.

માલાખી 1:12

“પરંતુ યહોવાની યજ્ઞવેદી અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી બલિદાનો માટે બીમાર પ્રાણીઓને લાવવા તમે લોકોને ઉત્તેજન આપો છો.

રોમનોને પત્ર 12:17

જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.

Interlinear

Choose Theme