ઓર્નાને કહ્યું, “લઇ લો, અને આપ મુરબ્બીને જેમ ઠીક લાગે તેમ તેનું કરો. આ બળદોનું પણ દહનાર્પણ કરજો, આ ઝૂડવાના પાટિયા ઇંધણ તરીકે વાપરજો અને આ ઘઉંને ખાદ્યાર્પણ તરીકે ચઢાવજો. હું બધું જ આપને સોંપી દઉં છું.”
Cross references
“હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”
ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી.
અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
કારણ કે સૂવા ધારદાર શસ્રથી મસળાતા નથી કે જીરાના દાણા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સૂવા લાકડીથી ઝુડાય છે અને જીરું ઝૂડિયાથી ઝૂડાય છે.
“અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’“તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.