એટલે એલિશાએ પાછા ફરી શાંત્યર્પણ તરીકે બળદની જોડ લીધી અને માંસ રાંધી લોકોને વહેંચી દીધું અને ત્યાર પછી તે એલિયાને અનુસર્યો અને તેનો સેવક બની ગયો.
Cross references
આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો.
યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નૂનનો પુત્ર યહોશુઆ શક્તિશાળી માંણસ છે.
અરાવ્નાહે કહ્યું, “આપ તે લઈ લો, અને આપને યોગ્ય લાગે તે રીતે તેનો ઉપયોગ કરો. ને અર્પણ કરો. દહનાર્પણ માંટે આ બળદો તૈયાર છે અને વેદી પર અગ્નિ માંટે ખળીના ઓજારો તથા બળદ માંટેની લાકડાની ઝૂંસરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
તેણે પોતાના નોકરને કહ્યું, “ઉપર જઈને દરિયા તરફ નજર કર.”તેણે ઉપર જઈને નજર કરી, તે બોલ્યો, “ત્યાં કાંઈ નથી.” એલિયાએ તેને સાત વાર પાછો મોકલ્યો, અને તે સાત વાર પાછો ગયો.
આથી તેઓ બન્ને બેથેલ ગયા. બેથેલમાં રહેતા પ્રબોધકોનો સંઘ એલિશાને મળવા આવ્યો અને તેમણે તેને કહ્યું, “ખબર છે કે, યહોવા આજે તારા ધણીને તારાથી દૂર લઇ જવાના છે!”એલિશાએ કહ્યું, “મને ખબર છે, હવે કશું બોલશો નહિ.”
પણ યહોશાફાટે કહ્યું, “અહીં કોઈ યહોવાનો પ્રબોધક નથી કે, જેના માંરફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ?”ઇસ્રાએલના રાજાના એક અમલદારે કહ્યું, “એલિશા અહીં છે, તે શાફાટનો પુત્ર હતો, જે એલિયાની સેવામાં રહેતો હતો.”
આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.
જ્યારે બાર્નાબાસ અને શાઉલ સલામિસના શહેરમાં આવ્યા, તેઓએ યહૂદિઓના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યુ. (યોહાન માર્ક પણ તેઓની સાથે મદદમાં હતો.)
હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે એવો છે.
સુવાર્તાને કારણે હું જ્યારે જેલમાં છું એવા સમયે તે મને મદદરુંપ થાય, એ માટે હું તેને મારી પાસે જ અહીં રાખવા ઈચ્છતો હતો. મને મદદ કરતાં કરતાં એ તારી જ સેવા કરે.